નવી દિલ્હી: નવા કૃષિ કાયદા(Farm Laws)  વિરુદ્ધ ચાલી રહેલા આંદોલન વચ્ચે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આકાશવાણી પર પ્રસારિત થતા કાર્યક્રમ 'મન કી બાત' (Mann Ki Baat) દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યું. આ કાર્યક્રમની આજે 72મી શ્રેણી હતી. પીએમ મોદીએ સંબોધનની શરૂઆતમાં કહ્યું કે 'મન કી બાત' માટે આ મહિને અનેક પત્રો મળ્યા છે. તમે Mygov પર જે સૂચનો મોકલો છો તે પણ મારી સામે છે. અનેક લોકોએ ફોન પર મને પોતાની વાત જણાવી છે. મોટાભાગના સંદેશાઓમાં વીતેલા વર્ષના અનુભવો, અને 2021 સાથે જોડાયેલા સંકલ્પ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Farmers Protest: મોદી સરકારના કટ્ટર વિરોધી એવા આ દિગ્ગજ નેતાએ નવા કૃષિ કાયદાનું કર્યું સમર્થન, ખેડૂતોને કરી આ અપીલ 


પીએમ મોદીએ કહ્યું કે આપણો દેશ 2021માં સફળતાના અનેક શિખરો સ્પર્શે, દુનિયામાં ભારતની ઓળખ વધુ સશક્ત થાય, તેનાથી મોટી કામના શું હોઈ શકે. તેમણે કહ્યું કે મુંબઈના અભિષેકજીએ નમો એપ પર એક મેસેજ પોસ્ટ કર્યો છે. તેમણે લખ્યું છે કે 2020એ જે જે દેખાડ્યું, જે જે શીખવાડ્યું તે ક્યારેય વિચાર્યું નહતું. કોરોના સંબંધિત તમામ વાતો લખી છે. કોરોના અને જનતા કરફ્યુ પર વાત કરતા તેમણે કહ્યું કે જ્યારે જનતા કરફ્યુ જેવો અભિનવ પ્રયોગ, સમગ્ર વિશ્વ માટે પ્રેરણા બન્યો, જ્યારે તાળી-થાળી વગાડીને દેશે આપણા કોરોના વોરિયર્સનું સન્મા નકર્યું, એકજૂથતા દેખાડી, તેને પણ અનેક લોકોએ યાદ કરી છે. મે દેશમાં આશાનો એક અદભૂત પ્રવાહ પણ જોયો છે. 


એક ભૂલ તમને પડી શકે છે ભારે!, રોજ 2 કરતા વધુ કેળા ઝાપટી જતા લોકો ખાસ વાંચે આ અહેવાલ


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube